Posts

Showing posts from March, 2013

(ત્રીજી પોસ્ટ, ) બૉલીવૂડ સંગીત અને એવું બધું...

બે-એક વર્ષ પહેલા શરૂ કરેલા બ્લોગ અભિયાન " યુવાગીરી " નું માત્ર બે પોસ્ટ પછી બાળમરણ (જેવું) થયેલું. એટલે આ વખતે તો મનમાં ગાંઠ વાળેલી કે ઓછામાં ઓછી ત્રણ પોસ્ટ સુધી તો પહોચવું જ. પહેલી બે પોસ્ટ પછી એવી હાલત હતી કે જાણે મગજ બહેર મારી ગયું હોય. કોઈ વિચાર જ નહોતા આવતા. પણ પોલો કોએલોએ એલકેમિસ્ટ માં લખ્યું છે તેમ, 'જો કોઈ વસ્તુ ને તમે દિલથી ચાહો તો આખી સૃષ્ટિના પરિબળો તે વસ્તુ મેળવવામાં તમારી મદદે આવી જાય છે' :P,  તો આ રહી મારી "ત્રીજી" પોસ્ટ.... આમ તો અત્યારે પણ કઈ ખાસ વિચારો નથી આવતા પણ ત્રણ પોસ્ટનો બાંધી રાખેલો ટારગેટ અચીવ કરવો જરૂરી લાગતો હતો એટલે સમય મળતા જ બેસી ગયો. હમણાં મારા ફોનમાં નેવુંના દસકાનાં ગીતો ચાલે છે ( આ પ્લેલિસ્ટ નું નામ મે "Nervous 90's" રાખ્યું છે.) અને હું તેમને ખૂબ એન્જોય કરી રહ્યો છું. આજનાં ગીતો સાથે સરખામણી કરીએ તો થોડા વરસોમાં લોકોનો ટેસ્ટ ખાસ્સો એવો બદલાયો છે. 90's નાં ગીતોમાં અજબ ચુંબકત્વ છે. આ ગીતોને સાંભળીને ઘણી વખત સપનામાં ખોવાઈ જવાય છે. લગભગ દરેક લોકોએ આ અનુભવ કર્યો જ હશે. રોમેન્ટીક ગીત સાંભળતા સાંભળતા કોઈ સ

ઇશ્વરના અસ્તિત્વ વિશે અને એવું બધું....

હમણાં ટ્વિટર પર તસ્લીમા નસરીનના વિચારો જાણીને નાસ્તિક વિચારધારામાં દિલચસ્પી લેતા શીખ્યો છું. આમ તો પહેલેથી કોઈ ઈશ્વરીય શક્તિના અસ્તિત્વ વિષે મનમાં સંદેહ ખરો પરંતુ તસ્લીમા નસરીન જેવા હળાહળ નાસ્તિક બનવાની મારામાં હિમ્મત નથી. હા દરેક વાતને હમેશા તર્કથી તોળવાની ટેવ નાનપણથી જ પડેલી છે. થોડા દિવસો પહેલા હવેલીમાં દર્શન કરવા ગયો હતો. મોટી સંખ્યામાં લોકો ઠાકોરજીના દર્શન માટે એકઠા થયેલાં. દર્શન ખૂલવાને કદાચ થોડી વાર હશે એટલે પડદો બંધ હતો. જોકે સાચા ભક્ત ને દર્શન કરવા માટે કોઈ કાપડનો પડદો નડતો નથી હોતો તેમ વિચારીને અમે મિત્રોએ પડદા ને જ ઠાકોરજી માનીને પડદાનાં જ દર્શન કરી ત્યાથી 'ચાલતી પકડી'. બહાર નિકળતી વખતે મારા ઉદગાર કઈક આવા હતા, "જો ભગવાન પાસે આપણાં માટે બહુ સમય ન હોય તો આપણે પણ કઈ નવરા નથી...". હું તો ત્યાં સુધી માનું છુ કે મંદિર જવાનો ફાયદો મંદિરની બહાર રહી ને ચપ્પલ ચોરનારને જ સૌથી વધારે થતો હોય છે. એક વાત મે રૂબરૂ સાંભળી છે કે કોઈ એ મને કહી હશે તેનો ખ્યાલ નથી પણ હા, જ્યારે સેકયુલરિઝમ નો ઉલ્લેખ આવે ત્યારે આ વાત મને અચૂક યાદ આવે છે. (મે રૂબરૂ જ સાંભળી હશે તેમ માનીને આ

ફિલ્મ હિમ્મતવાલાનું ટ્રેલર અને એવું બધું...

તમન્ના ભાટિયાને રૂબરૂમાં (ઓફકોર્સ સ્ક્રીન પર) જોવા જવાની જે થોડીઘણી ઈચ્છા થઈ હતી તે ફિલ્મનું ટ્રેલર જોયા પછી મરી ગઈ. આખા ટ્રેલર માં અજય દેવગણને અન-રિયાલીસ્ટિક ફાઇટ કરતો બતાવવામાં આવ્યો છે. અને જાણે અધૂરું રહી જતું હોય તેમ છેલ્લા સીનમાં તો આખું ગાડું ઉપાડીને ગુંડાને મારતો બતાવ્યો છે. (કોઈને ગાડાએ ગાડાએ મારવાની ધમકી આપી હોય તો કેવું લાગે !! :P ) જ્યારથી બોલીવુડમાં સાઉથની ફિલ્મોનો ટ્રેન્ડ જોર પર છે ત્યારથી જાણે ક્રીએટિવિટિ મરી પરવારી હોય એવું લાગે છે (જોકે, તાજેતરમાં આવેલી સાઉથ ની ફિલ્મ વિશ્વરૂપમ જેવી ફિલ્મ બનાવતા બોલિવૂડને દશકાઓ લાગી જશે). સલમાન ખાન, અજય દેવગણ, અક્ષય કુમાર જેવા ઉચ્ચ કક્ષાના કલાકારોએ સાથે મળીને સતત એક જ થીમ બેઝ્ડ ફિલ્મોનો મારો ચલાવ્યો છે. અને આવી ફિલ્મોથી તે આમ જનતાનું દિલ જીતવામાં ખાસ્સા સફળ પણ રહ્યા છે. જોકે (થોડીક વધારે ) ઇંટેલીજેન્ટ ઓડિયન્સને પણ ક્યારેય ફિલ્મોની ઉણપ નથી થતી. છેલ્લા વર્ષમાં આવેલી ધણી હિટ નીવડેલી ફીલ્મો ક્રિએટિવલી પણ સ્ટ્રોંગ હતી. જેમકે બરફી, તલાશ, કહાની, ગેંગ્સ ઓફ વાસેપુર (1 & 2), ચક્રવ્યૂહ,અગ્નિપથ (સિનેમેટોગ્રાફી) , જબ તક હૈ જાન (ગ્રેટ લોકેશ